daxa
537 views
#માં આજે છે નર્મદા જયંતી ... મહા સુદ સપ્તમી *** #મહા સુદ સાતમ નર્મદા પ્રકટોત્સવ . નમામી દેવી નર્મદે જેના સ્મરણમાત્રથી જ ધન્યતા અનુભવાય એવી પુણ્ય સલીલા “મા” નર્મદાની જયંતિ છે આજે ..! આ નદી જેટલી પ્રત્યક્ષ સુંદર છે એટલી જ પુસ્તકોમાં પણ અદભૂત રીતે શબ્દદેહ રૂપે વહે છે ! પુણ્યસલીલા માતા નર્મદાનું મહાત્મ્ય એવું છે કે એનું વર્ણન શબદોમાં કરો કે સ્મરણમાં કરો કે પછી પ્રત્યેક્ષ કરો બધી જ રીતે એવરગ્રીન છે ! એવું કેહવાય છે કે ભગવાન શંકરની કૃપા ત્રણ નદીઓને પ્રાપ્ત થી છે. જે છે સરસ્વતી,યમુનાજી અને ગંગાજી ...! સરસ્વતીનું જળ ત્રણ દિવસમાં પવિત્ર કરે છે , યમુનાજીનું જળ એક સપ્તાહમાં અને ગંગાજીનું જળ સ્નાન કરવાથી પવિત્ર કરે છે કિન્તુ નર્મદાજી તો દર્શનસ્મરણ માત્રથી જ સુખ-શાંતિ આપે છે.