ગુjju સુરતી LALA™ on Instagram: "અમદાવાદમાં આગામી 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ‘ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ તૈયારીઓના ભાગરૂપે શહેરના કોટ વિસ્તારમાં, ખાસ કરીને ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની ફરતે મોટા હોર્ડિંગ્સ અને આડશ લગાવી દેવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે ‘વિકાસ’ અને ‘કોમનવેલ્થ ગેમ્સ 2030′ ના પ્રચાર માટે લગાવાયેલા મોટા બેનરોને કારણે મંદિરનો મુખ્ય નજારો ઢંકાઈ ગયો છે. આ જોઈને એક જાગૃત નાગરિકે તંત્રની કામગીરી પર કટાક્ષ કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “શું સાહેબ આવે છે એટલે બધું ઢાંકી દેવાનું? મંદિર પણ ઢાંકી દેવાનું? કશું ખરાબ ન દેખાવું જોઈએ?” વાહનચાલકો અને રાહદારીઓ આ પ્રકારની ‘ઢાંકપિછોડા’ વાળી કામગીરી જોઈને તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. . . . #gujju_surati_lala_"
8,905 likes, 372 comments - gujju_surati_lala_ on January 10, 2026: "અમદાવાદમાં આગામી 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ‘ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, આ તૈયારીઓના ભાગરૂપે શહેરના કોટ વિસ્તારમાં, ખાસ કરીને ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની ફરતે મોટા હોર્ડિંગ્સ અને આડશ લગાવી દેવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે ‘વિકાસ’ અને ‘કોમનવેલ્થ ગેમ્સ 2030′ ના પ્રચાર માટે લગાવાયેલા મોટા બેનરોને કારણે મંદિરનો મુખ્ય નજારો ઢંકાઈ ગયો છે. આ જોઈને એક જાગૃત નાગરિકે તંત્રની કામગીરી પર કટાક્ષ કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “શું સાહેબ આવે છે એટલે બધું ઢાંકી દેવાનું? મંદિર પણ ઢાંકી દેવાનું? કશું ખરાબ ન દેખાવ