Sanjay ᗪesai (ZEE 24 કલાક)
3.4K views
3 days ago
#❄️ શિયાળામાં આ વસ્તુઓનું રાખો ધ્યાન, શિયાળાની ઋતુ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જે માટે કેટલીક ખરાબ આદતો છોડીને સારી આદતો અપનાવવી જરૂરી છે. આજે અમે એવી 5 સુટેવો વિશે માહિતી લાવ્યા છે, જે તમને તમામ ઋતુમાં તંદુરસ્ત રાખશે.શિયાળામાં હવામાનનો મૂડ બદલાઈ જાય છે. લાંબી રાતના કારણે લોકોમાં આળસ વધે છે. જેના કારણે શરીર પર ઘણી આડઅસર થવા લાગે છે. જેમાં વજન વધવાની તથા સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ દેખાવા લાગે છે. જેથી શિયાળામાં આખો દિવસ એક્ટિવ અને હેલ્ધી રહેવા માટે કેટલીક મહત્વની ટિપ્સ ફોલો કરવી જરૂરી છે.સવારે વહેલા જાગો: મોટાભાગની સમસ્યાઓ સવારે વહેલા ન જાગવાના કારણે સર્જાય છે. તેથી, સવારે વહેલા ઊઠવાનું રાખો. વહેલા ઊઠવા માટે રાત્રે વહેલા સૂવાની આદત પાડો. સૂવાના 30 મિનિટ પહેલા તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરીને મૂકી દો.દરરોજ કસરત કરો: શિયાળાની ઋતુમાં સવારે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમારા શહેરમાં વધુ વાયુ પ્રદૂષણ છે તો ઘરની અંદર રહીને કસરત કરવી જોઈએ. પરંતુ, જો શહેરમાં પ્રદૂષણમુક્ત છે, તો બગીચામાં જઈને કસરત કરવી ખૂબ લાભદાયક છે.હળવો તથા ફાયબરયુક્ત ખોરાકનું સેવન કરો: શિયાળામાં હળવો ખોરાક લેવો. શિયાળામાં સક્રિય રહેવા માટે ફળો, શાકભાજી, કઠોળ અને ઈંડાનો સમાવેશ કરો. તેલયુક્ત ખોરાકનું સેવન ન કરો. તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર હોય એવા ખોરાકનો સમાવેશ કરો. મોટાભાગના ફળો, અનાજ, શાકભાજી તથા ડ્રાયફ્રુટ્સમાં ફાઈબર જોવા મળે છે. જે પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે તથા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.સૂકા આદુ અને તુલસીનું સેવન કરો: શિયાળાની ઋતુમાં શરદી-ખાંસીના કેસ વધી જાય છે. તેનાથી બચવા માટે તમે સૂકા આદુ અથવા તુલસી સાથે મધનો ઉપયોગ કરી શકો છો. દરરોજ સવારે તુલસીના પાન અથવા ચોથા ભાગની ચમચી સૂકા આદુનો પાવડરને એક ચમચી મધ સાથે લેવાથી ઘણા લાભ થાય છે.પુષ્કળ પાણી પીવો: શિયાળાની ઋતુમાં લોકો પાણી ઓછું પીવે છે. આવું કરવાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી નિયમિતપણે પાણી પીતા રહેવું જોઈએ. જેનાથી ત્વચા પણ ફાટતી કે ડ્રાય પડતી નથી. #🩺આરોગ્ય ટિપ્સ #❄️હેપ્પી શિયાળો🥶 #👌 ઘરેલુ ઉપચાર #👌બેસ્ટ સ્ટેટ્સ📱