અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ: 180 પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા!
Ahmdabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો અને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.