#🙏હેપ્પી ખોડિયાર જયંતિ 🙏 #🎈🎂ખોડિયાર જયંતિ 🎂🎈 *૨૬/૦૧/૨૬ મહા સુદ આઠમ માં ખોડિયાર જન્મોત્સવ નિમિત્તે 🌹🙏*
*🌹..... ભજન ના શબ્દો .... 🌹*.
*(રાગ :- રાધા ઢુંઢ રહી કેસી ને મેરા શ્યામ દેખા)*
*ભમ્મરીયા ભાલાવાળી ખોડલ મારી ખમકાળી ,*
*ખમકાળી ખમકાળી ખોડલ મારી ખમકાળી .*
*માડી તું દિલની દયાળી ખોડલ મારી ખમકાળી🌹🙏 .*
*સાતે બેનડીઓમાં તું છે નિરાળી ,*
*ચારણ કુળમાં પધારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.*
*સોરઠ ભૂમિમાં માડી તારો નિવાસ છે ,*
*પરચા પૂર્યા છે તે તો ભારી ખોડલ મારી ખમકાળી🌹🙏.*
*તાંતણીયો ધરો તારો કેવો સોહામણો ,*
*માટેલ ધામ તું વસનારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.*
*ભાવનગરમાં મૈયા તારો દરબાર છે ,*
*મગરની 🐊 કીધી તે તો સ્વારી ખોડલ મારી ખમકાળી🌹🙏.*
*ચકલી 🦅બનીને તું તો ભાલે બિરાજી ,*
*નવધણની કીધી રખવાળી ખોડલ મારી ખમકાળી🌹🙏*
*દુઃખીઓના દુઃખો માડી દૂર કર્યા છે ,*
*મનનું તે માંગ્યું તું દેનારી ખોડલ મારી ખમકાળી🌹🙏.*
*ભક્તો આવીને તને લાડ લડાવતા ,*
*ઘી લાપસીની જમનારી ખોડલ મારી ખમકાળી 🌹🙏.*
*ભક્તોને તારાં ચરણોમાં રાખજો ,*
*માગે દયા દ્રષ્ટિ તારી ખોડલ મારી ખમકાળી🌹🙏*
*🙏🌹જય માતાજી🌹🙏*