ધારાસભ્ય ઉદય કાનગડ આહીરનો દીકરો છે, તો કેમ પાંજરે પુરાયો છે! રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં લોકોનો ગુસ્સો ફાટ્યો
Rajkot Jangaleshwar Demolition : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીઓ સામે ભાજપના કોર્પોરેટર મોરચો માંડ્યો છે. આજી રિવરફ્રન્ટના કામ માટે જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારીઓ થઈ રહી છે. જે માટે નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે વોર્ડ નંબર 16ના નગર સેવક નરેન્દ્ર ડવે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. TPમાં ન હોવા છતાં TPમાં બતાવીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું હોવાનો તેમનો દાવો છે અને આ માટે સમય પણ આપે તેવી માંગ છે.