Silver Price: ચાંદીના ભાવમાં સુનામી, ઐતિહાસિક તેજીએ તમામ રેકોર્ડ તોડ્યા, રેટમાં એક જ દિવસમાં બંપર વધારો
જેટલા સોનાના ભાવ નથી વધી રહ્યા એટલા તો ચાંદીના ભાવ વધી રહ્યા છે. હાલ ચાંદી સોનાને પણ પછાડીને સાતમાં આસમાને પહોંચી ગઈ છે. ગુરુવારે ચાંદીને ચમકે બધાને ચોંકાવી દીધા. એવો તે જબરદસ્ત વધારો જોવા મળ્યો કે બજાર હલી ગયું છે. ચાંદીના ભાવમાં અચાનક આટલો વધારો થવાનો કારણ શું? દરેકના મનમાં એ જ સવાલ સતાવી રહ્યો છે. ચાંદીએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કરતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે.