#😱સુરત કોર્ટને ઉડાવી દેવાની ધમકીSurat District Court bomb threat Gujarat: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ આપવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શાળાઓ બાદ હવે ન્યાયાલયોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદ પછી હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરના વહીવટી અને સુરક્ષા તંત્રમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.