Vikramsinh Parmar
677 views
1 months ago
#✍️શિક્ષણ ,શિક્ષક અને વિદ્યાર્થીઓ *વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારી બેઠક તથા રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ* વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી બેઠક ગૌરવસભર વાતાવરણમાં યોજાઈ. આ અવસરે રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠકમાં *ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા જાડેજા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી*. સંઘ તરફથી બંને માનનીય મંત્રીશ્રીઓનું શાલ, સ્મૃતિચિહ્ન તથા પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. બેઠક દરમિયાન મંત્રીશ્રીઓએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવતા સંગઠનાત્મક, શિક્ષક હિતલક્ષી તથા શિક્ષણલક્ષી કાર્યોની ખુલ્લેઆમ પ્રશંસા કરી. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા જાડેજા સાહેબે સંઘ શિક્ષકો માટે પરિવારની જેમ સતત ચિંતા રાખે છે અને સરકાર સાથે સકારાત્મક સંવાદ દ્વારા પ્રશ્નોનું સમાધાન લાવે છે તેમ કહી સંઘની કાર્યશૈલીને બિરદાવ્યું. કેબિનેટ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમન વાજા સાહેબે શિક્ષણના હિતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને રાજ્ય કારોબારી બેઠકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ કારોબારી સભામાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આદરણીય ગુડકરેજી તથા જોઇન્ટ સેક્રેટરી આદરણીય ઠકરાનજી વિશેષ રીતે પધાર્યા હતા અને પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત *આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ તથા આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આદરણીય શ્રી વિક્રમસિંહ ગરાસીયા તેમજ મહામંત્રી આદરણીય શ્રી પ્રવીણસિંહ રાજ સહિત કુલ 16 પ્રતિનિધિઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.* આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય કારોબારી સભ્યો, જિલ્લા પ્રતિનિધિઓ તથા શિક્ષક આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી. બેઠક તથા સન્માન સમારોહ પ્રાથમિક શિક્ષણના વિકાસ અને શિક્ષક હિત માટે મહત્વપૂર્ણ તથા પ્રેરણાદાયી સાબિત થયો.