જય શ્રી કૃષ્ણ 😊
679 views
18 days ago
ઢળતી સાંજ તુલસી-ક્યારે પ્રગટતો ઘીનો દીવો દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર પૂજાઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુલહેરી હલકભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવવિભોર ધ્વનિ પાકગૃહેથી કર્તવ્યરત ગૃહિણીનાં કંકણોનો આવકારતો નાદ ભાંખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ સ્વર અને સુગંધનું અનુપમ મિલન….. આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો ! #✒️ કવિની કલમ #📕ગુજરાતી સાહિત્ય અને કવિતાઓ✒️