જામનગરમાં જાહેર સભામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો, કાર્યકર્તાઓએ શખ્સને ચખાડ્યો મેથીપાક
Gopal Italia: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જામનગરમાં યોજાયેલી એક જાહેર સભામાં ભારે હોબાળો થયો હોવાના સમચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, જાહેર સભા દરમિયાન અચાનક એક વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા તરફ બુટ વડે હુમલો કર્યો છે.