*"દિવાળી શુભેચ્છા"*
આપણા સંબંધોમાં આવશે રસ,
તેનુ શુભ મુહૂર્ત છે અગિયારસ..
છોડજો મિત્રો આપ સર્વે આળસ,
આવે છે જોરદાર વાઘ બારસ..
રંગોળી માં પૂરજો રંગ સરસ,
કે રંગીન થઈ જાશે ધનતેરસ..
રહેજો હંમેશા લાગણી ને વશ,
કે શુભ થઈ જાશે કાળીચૌદસ..
સળગાવી નાખજો નફરત ની પાળી,
કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી..
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ,
કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ..
સંબંધોમાં કદી રાખવી ન ખીજ,
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ.?
દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ,
કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ..
હરખ થી થઈ જવા લોથપોથ,
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ..
"પ્રેમ"ની મુલાયમ પાથરી જાજમ,
વીતાવજો એકમેક થી લાભ પાંચમ..
આવે છે મારા દેવોની દેવ દિવાળી..✍️
🙏મિત્રો, દિપાવલી શુભેચ્છાઓ🙏
#દિવાળી #happy dipawali #💥🔥Happy Dipawali🔥💥🌟✨ #Happy Diwali Dipawali Coming Soon