ફોલો
Rohan shisha
@rohan6229
357
પોસ્ટ
1,124
ફોલોઅર
Rohan shisha
806 એ જોયું
1 મહિના પહેલા
🌞 સૂર્યવંશની વંશાવળી (Ramayana મુજબ) શ્રીરામ સૂર્યવંશમાં જન્મેલા છે. આ વંશની શરૂઆત સ્વયં સૂર્યદેવથી થાય છે. અહીં રામ સુધીના મુખ્ય રાજાઓનો ક્રમ આપ્યો છે 👇 1. સૂર્ય 2. વૈવસ્વત મનુ (સૂર્યના પુત્ર) 3. ઇક્ષ્વાકુ (મનુના પુત્ર – ઇક્ષ્વાકુથી જ આ વંશને “ઇક્ષ્વાકુ વંશ” કહે છે) 4. વિકૂક્ષિ 5. શશાદ 6. પૃથુ 7. વિશ્વગંધિ 8. અર્ધરાજ 9. ધંધુમાર 10. યુવનાશ્વ 11. મંધાતા 12. પુરુકુત્સ 13. ત્રસદશ્યુ 14. અનરાણ્ય 15. પૃથુલાશ્વ 16. ત્ર્યરું 17. સત્યવ્રત (ત્રિશંકુ) 18. હરિશ્ચંદ્ર 19. રોહિતાશ્વ 20. હરીત 21. ચંચુ 22. સગર — આ રાજાએ સમુદ્ર ખોદાવ્યો, એટલે સમુદ્રને “સાગર” કહે છે. 23. અસમાનજ (સગરનો પુત્ર) 24. અંશુમાન 25. દિલીપ (પ્રથમ) 26. ભગીરથ — ગંગાને પૃથ્વી પર લાવનાર મહારાજ. 27. શ્રુતાયુ 28. નભાગ 29. અંબરીષ 30. સિંધુદ્વીપ 31. અયુતાયુ 32. ઋતુપર્ણ 33. સર્વકામ 34. સુદાસ 35. સંક્રિતી 36. ત્રૈર્યારુણા 37. ત્રૈનરુણા 38. સુતરમણ 39. ત્રૈવૃષ્ટક 40. દિલીપ (બીજો) 41. રઘુ — અહીંથી જ આ વંશ “રઘુવંશ” તરીકે પ્રસિદ્ધ થયો. 42. અજ (રઘુનો પુત્ર) 43. દશરથ 44. શ્રીરામ #jay shree ram
Rohan shisha
480 એ જોયું
1 મહિના પહેલા
એક કહાની : એક આદમી એક બક્રરે કો કાટ રહા થા. તબ ભી બકરા હસ રહા થા. તો આદમી ને બકરે કો પૂછા કી મેં તુજે કાટ રહા હું તબ ભી તુમ હસ રહે હો. બકરે ને જવાબ દિયા કિ, મેં સારી જિંદગી ઘાસ ખાય તબ ભી મુજે એસી મૌત મિલ રહી હૈ તો, તુમ તો દૂસરો કો કાટકર ખા રહે હો તો તુજે કૈસી મૌત મીલેગી? આદમી ને બહુત અચ્છા જવાબ દિયા કી, તુજે ઘાસ ખાને કી વજહ સે ઐસી દર્દનાક મૌત નહીં મિલ રહી હૈ બાળકી , તુમારે પીછલે જન્મ કે બુરે કર્મ કી વજહ સે ઐસી દર્દનાક મૌત મિલ રહી હૈ. ઔર મૈં ન કર્મ કરતા હું, ન કર્મ કરના મેરી કોઈ મજબૂરી હૈ, મૈં તો સિર્ફ નિમિત્ત હું. બાકી સબ કર્મ કરના, કરવાના ઔર કરવાતા તો સિર્ફ એક હી હૈ. જીસે તું જાનતે હો, માનતે ઔર પૂજા કરતે હો . ઔર વો હૈ તુમ્હારે ઈશ્વર. તો પ્રશ્ન એ છે કે આ બંનેમાં કોની વાત સાચી છે? #☺ જીવનની વાસ્તવિક્તા #👫 મારા મિત્ર માટે #🙏કૃષ્ણ વચન✍️ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #📜 સ્પેશ્યલ સ્ટોરી
Rohan shisha
757 એ જોયું
1 મહિના પહેલા
ધન્ય છે આ મુસ્લિમ દીકરીને અને તેના માતા પિતાને... ------------------------------------------------------------- જય માતાજી કાકા..!! આ શબ્દો હતા એક વીસ વર્ષની મુસ્લિમ દીકરીના. હું, મારા મોટાભાઈ અને જનક કાકા પંઢરપુર બસ સ્ટેશનમાં સોલાપુર જવા માટે બસની રાહ જોઈ બેઠા બેઠા વાતો કરતા હતા. એટલામાં એક વીસ વર્ષની , હું છોકરી નહીં કહું પણ દીકરી કહીશ, કારણકે છોકરી એને કહેવાય જે પોતાનું ધાર્યું કરે અને દીકરી એને કહેવાય જે માતા પિતાનું કહ્યું કરે. એ આવી. એ દીકરી કહ્યું : " જય માતાજી કાકા" કહેવાનું કારણ હતું કે અમે ગુજરાતીમાં વાતો કરતા હતા અને પંઢરપુર ( મહારાષ્ટ્ર ) માં મરાઠી ભાષા બોલાય છે. અને એ દીકરી જામનગરની હતી. જે ચાર વર્ષથી સોલાપુર માં ભણવા માટે આવી હતી. અને સોલપૂર્થી પંઢરપુર માં અભ્યાસના કામ બાબતે આવી હતી. ગુજરાતી ભાષા સાંભળતા જ એ બોલી : " જય માતાજી કાકા " હું પણ ગુજરાતી જ છું અને જામનગરમાં રહું છું. મારું નામ સાયરા છે. ઘણા દિવસો પછી ગુજરાતી ભાષા સાંભળવાથી અને ગુજરાતી લોકોને મળીને ખૂબ આનંદ થયો. એટલામાં સોલાપુર ની બસ આવી. ખુબ ભીડ હતી છતાંપણ એ બસની અંદર ચડી ગઈ અને માંડ માંડ બે સીટ રોકી. એક સીટમાં જનક કાકા ને બેસાડ્યા જે 65 વર્ષના હતા. અને બીજી સીટમાં મારા મોટાભાઈને બેસાડ્યા. અને પોતે એ દીકરી ભીડમાં ઊભી રહી. એટલામાં ટિકિટ માસ્તર આવ્યા. જનક કાકાએ ચાર ટીકીટ નું કહ્યું તો તરત જ એ દીકરી બોલી હું મારી ટીકીટ લઈ લઉં છું તમે તમારા ત્રણની જ ટીકીટ લો. બસમાં એ દીકરીએ ઘણી વાતો કરી. મારા મમ્મી એ કોઈની પાસે એક રૂપિયની પણ મદદ લેવાની ના પાડી છે. હાલમાં હું એમ.બી. એ. કરું છું અને ભવિષ્યમાં ડોક્ટર બનીને જ લગ્ન કરીશ. પ્રેમના ચક્કરમાં પડવાનું નહીં અને મોબાઇલ રાખવાનો નહીં. મારા મોટાભાઈ આર્મી માં છે અને પપ્પા બી.એસ.એન.એલ. માં નોકરી કરે છે. સોલાપુર આવી ગયું બસ ઊભી રહી. અમે બધા નીચે ઉતરી ગયા. જતા જતા એ દીકરી એ કહ્યું: હું હોસ્ટેલમાં રહું છું નહીતર ચોક્કસ મારા ઘરે લઈ જાત. એ દીકરીના સંસ્કાર, મહેનત અને મદદ કરવાની ભાવના જોઈ ખુબ ગર્વ થયો , ગર્વ એ વાતનો થયો કે અમે હિંદુ હોવા છતાં એ મુસ્લિમ દીકરી એ " જય માતાજી " કહ્યું અને પોતે બસમાં ઊભી રહી. અલ્લાહ એ દીકરીની બધી મનોકામના પૂરી કરે. #📱 શુક્રવાર સ્પેશિયલ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા #👫 મારા મિત્ર માટે
Rohan shisha
465 એ જોયું
2 મહિના પહેલા
જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો.... એ બાળકને ગાળામાં તાવીજ કે કાળો દોરો પહેરાવાશો નહીં કારણ કે, તાવીજ પહેરાવવાથી નાનું બાળક એ તાવીજ મોઢામાં નાંખીને ચાવે છે, જેથી ક્યારેક એ તાવીજ તૂટી જાય છે અને ગાળામાં જતું રહે છે જેનાંથી નાના બાળકને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. કાળો દોરો પહેરાવવાથી નાનું બાળક એ દોરો વારંવાર મોઢામાં નાંખે છે જેથી બહારના કીટાણુ એ દોરા પર ચોંટી જાય છે અને પેટમાં જતા રહે છે જેનાંથી નાના બાળકને બીમારી અને ગંભીર રોગ પણ થઈ શકે છે. યાદ રાખો કે, શ્રદ્ધા જરૂરી છે પરંતુ બાળકની સુરક્ષા તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. #😇 जीवन की प्रेरणादायी सीख #👌 अच्छी सोच👍 #☝ मेरे विचार #🙏🏻आध्यात्मिकता😇 #🏠घर-परिवार
See other profiles for amazing content