ફોલો
Sanjay ᗪesai
@sanjay_desai_26
1,851
પોસ્ટ
26,200
ફોલોઅર
Sanjay ᗪesai
205 એ જોયું
#📈સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો😲 , ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹10,847નો તોતિંગ ઉછાળો, વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366 ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634 (+4.32%) નો જંગી ઉછાળો નોંધાયો છે.બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,88,045 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153 ના બંધ ભાવ સામે કુલ ₹10,847 (+6.12%) નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,88,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યૂને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે. #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ
Sanjay ᗪesai
625 એ જોયું
#🦁CMએ કર્યાં સિંહદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરનાં જંગલોમાં સિંહદર્શનનો લહાવો લીધો હતો.જોકે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસકી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે!વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય અનુભવ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબિની સાથે તેમની સાદગીનાં દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢનાં વિકાસકાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈપણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોનાં દિલ જીતી લીધાં હતાં.ખુલ્લી જીપમાં 'દાદા'એ કર્યા સિંહદર્શન મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંભા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહદર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે ગીરની સવાર ખરેખર અદભુત છે! તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
Sanjay ᗪesai
539 એ જોયું
#🙏અજિત પવાર પંચતત્વમાં વિલીન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બારામતીમાં અજિત પવારના રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અજિત પવારના પુત્રો જય અને પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી હતી. અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે અમિત શાહ, નીતિન ગડકરી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બીજી તરફ હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી. અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર #મહારાષ્ટ્ર
See other profiles for amazing content