નમસ્તે મિત્રો 👬 #👊 રાહત અને બચાવ કાર્ય #📃 હેલ્પલાઈન નંબર #📢 વાવાઝોડાની સૂચના અને સહાય #😥 વાવાઝોડાની અસર #🌀 ગુજરાતમાં વાવાઝોડુ
👊 રાહત અને બચાવ કાર્ય - વાવાઝોડું ત્રાટકે ત્યારે શું ન કરવું જોઈએ ? શું નકરવું જોઈએ ? > ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા . > વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં . > વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી . > બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો . બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો . માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ . કે અગરીયાઓ કે અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો . > ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો . કે વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડશો નહીં . વીજળીના થાંભલાથી દૂર રહો . વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા . > ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું . વાવાઝોડા પછી શું કરવું ? શું ન કરવું ? > કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ - જંતુઓથી સાવધાન રહો . > સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો . » બહાર નીકળતા પહેલાં વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું . > રેડીયો કે ટી . વી . ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ . > તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ . > પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો . > માછીમારોએ દરિયામાં જતાં પહેલાં અન્ય ૨૪ કલાક સુધી રાહ જોવી હિતાવહ છે . > લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે : - ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરો . ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો . કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો . રક્તદાન કરવા તૈયાર રહો . કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે . ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા . - ShareChat
3.1k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post