જન્માષ્ટમીમાં ટ્રેનો હાઉસફુલ : 200થી વધુ વેઈટિંગ ક્લિયર નહીં થાય : તત્કાલ ટિકિટ મળશે ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં 200 સુધીના વેઈટિંગ જોવા મળે છે અને દિવસે દિવસે આ વેઈટિંગની સંખ્યા વધી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના હરવા-ફરવાના શોખીનોએ એક કે બે મહિના અગાઉથી ટિકિટ બુકિંગ કરાવી લીધી છે. તહેવારોમાં 200થી વધુનું વેઈટિંગ ક્લિયર થવું અસંભવ છે ત્યારે હવે યાત્રિકો માટે તત્કાલ ટિકિટ જ એકમાત્ર સહારો હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટથી મુંબઈ, હરિદ્વાર, મહાકાલેશ્વર, મનાલી, શિમલા, શ્રીનગર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ છે. ખાસ ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 270 સુધી પહોંચ્યું છે. જન્માષ્ટમીમાં તો ટ્રેનો હાઉસફુલ છે જ પણ દિવાળીનું બુકિંગ ખુલતા જ નવેમ્બરમાં પણ ટ્રેનો ફુલ થઇ ગઈ છે. રાજકોટમાં વસતા હજારો પરપ્રાંતીયને તહેવાર દરમિયાન વતન જવા માટે મુશ્કેલી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વેકેશન દિવાળીનું હોય, નાતાલનું હોય કે પછી ઉનાળાનું, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ ત્રણે વેકેશનમાં દેખાઇ આવે છે. સહેલગાહે જવા માટેના ટ્રાન્સપોર્ટેશન માટે ગુજરાતી પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ટ્રેન સેવા છે. જે માટે મુસાફરો દ્વારા 3 મહિના અગાઉથી ટ્રેનમાં પ્રવાસ માટેનું બુકિંગ કરાવી દેવાય છે. પરિણામે ચાલુ દિવસોમાં ટ્રેન માટે બુકિંગ મળવું મુશ્કેલ થઇ પડ્યું છે. ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં 200 સુધીના વેઈટિંગ જોવા મળે છે અને દિવસે દિવસે આ વેઈટિંગની સંખ્યા વધી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના હરવા-ફરવાના શોખીનોએ એક કે બે મહિના અગાઉથી ટિકિટ બુકિંગ કરાવી લીધી છે. તહેવારોમાં 200થી વધુનું વેઈટિંગ ક્લિયર થવું અસંભવ છે ત્યારે હવે યાત્રિકો માટે તત્કાલ ટિકિટ જ એકમાત્ર સહારો હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટથી મુંબઈ, હરિદ્વાર, મહાકાલેશ્વર, મનાલી, શિમલા, શ્રીનગર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ છે. ખાસ ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 270 સુધી પહોંચ્યું છે. જન્માષ્ટમીમાં તો ટ્રેનો હાઉસફુલ છે જ પણ દિવાળીનું બુકિંગ ખુલતા જ નવેમ્બરમાં પણ ટ્રેનો ફુલ થઇ ગઈ છે. રાજકોટમાં વસતા હજારો પરપ્રાંતીયને તહેવાર દરમિયાન વતન જવા માટે મુશ્કેલી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વેકેશન દિવાળીનું હોય, નાતાલનું હોય કે પછી ઉનાળાનું, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ ત્રણે વેકેશનમાં દેખાઇ આવે છે. સહેલગાહે જવા માટેના ટ્રાન્સપોર્ટેશન માટે ગુજરાતી પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ટ્રેન સેવા છે. જે માટે મુસાફરો દ્વારા 3 મહિના અગાઉથી ટ્રેનમાં પ્રવાસ માટેનું બુકિંગ કરાવી દેવાય છે. પરિણામે ચાલુ દિવસોમાં ટ્રેન માટે બુકિંગ મળવું મુશ્કેલ થઇ પડ્યું છે. રાજકોટથી ઉપડતી ટ્રેનોમાં જન્માષ્ટમીનું આટલું છે વેઈટિંગ ટ્રેનનું નામ સેકન્ડ AC થર્ડ AC સ્લીપર ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 26 - 244 ઓખા-વારાણસી એક્સપ્રેસ 04 13 63 પોરબંદર-હાવડા એક્સપ્રેસ 04 09 112 જામનગર-કટરા વૈષ્ણોદેવી એક્સપ્રેસ 08 31 88 પોરબંદર-મુઝફ્ફરનગર મોતીહારી એક્સપ્રેસ 12 29 135 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ - 16 94 ઓખા-ગોવાહાટી એક્સપ્રેસ 17 46 160 જામનગર-મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 06 08 83
રાજકોટ સમાચાર  - ShareChat
10.7k views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post