અંતે અલ્પેશ ઠાકોર આવતીકાલે ભાજપમાં જોડાશે, મંત્રીપદ સામે પ્રશ્નાર્થ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. અલ્પેશ ઠાકોરની સાથે તેનો ઝભ્ભો પકડીને ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.
🌷 અલ્પેશ ઠાકોર ભાજપમાં - अहिंसा से बना धर्म है । - ShareChat
11.8k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post