#😯સોના-ચાંદીના ભાવ ભડકે બડ્યાં, આજે (13 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,566 રૂપિયા વધીને 2,62,742 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગઈકાલે એણે 2,57,283 રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો.બે દિવસમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,40,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શહેરોના ભાવ એનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.
#તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #આજના સમાચાર

