મેઘાણીના પૌત્રને આવ્યો વિચાર, રાજ્યમાં પ્રથમ રાજકોટના પોલીસ સ્ટેશનમાં શરૂ કરાવી'તી લાયબ્રેરી                    રાજકોટ: પોલીસ સ્ટેશન જાવ ફરિયાદ લેવામાં મોડુ થાય, ઘણી વખત કોઇ કેસને લઇ પોલીસ બેસાડી રાખે તો શું કરવું. આવો ઝવેરચંદ મેઘાણીના પૌત્રને વિચાર આવ્યો હતો અને એકાદ વર્ષ પહેલા તેણે શરૂ કરી પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી. રાજ્યમાં સૌ પ્રથમ વખત રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવો પ્રયોગ કરી 75 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા તેને દિવસેને દિવસે સફળતા મળતી જાય છે. રાજકોટ પોલીસ સુરક્ષા સેતુનો પણ સહયોગ રહ્યો હતો.કંઇ રીતે આવ્યો વિચાર શું કહે છે મેઘાણી પૌત્રપોલીસમથકમાં લાયબ્રેરી શરૂ કરવાની પહેલ કરાવનાર મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના કહેવા મુજબ પોતે અમદાવાદ પોલીસમથકે એક કામ માટે ગયા હતા. ત્યારે ત્યાં અરજદારો, ફરિયાદીઓ કે તેમની સાથે આવેલા સ્નેહીઓ કોઇને કોઇ કારણે ટાઇમ પાસ થતો ન હોય તેમ અકળાતાં દેખાતાં હતા. આવું જ રાજકોટમાં પણ બનતું હોય છે. પોલીસ સ્ટેશમાં ખોટા વિચારો કરે તેના કરતા બાળકો અને મહિલાઓ પુસ્તકો વાંચે તો, બસ આ વિચાર તત્કાલીન રાજકોટ કમિશનર ગેહલોત સરને વાત કરી કે આપણે પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી શરૂ કરીએ તો. તેણે તરત જ હા પાડી હતી.એક જ સ્થળે એક જ કવિના પુસ્તકો વાંચવા મળે તેવી પણ પ્રથમ ઘટનાસાહિત્ય કે પુસ્તકના શોખીન કોઇ એક એવી વ્યક્તિ નહીં હોય કે જેઓ કવિ ઝવેરચંદ મેઘાણીના નામથી પરિચિત ન હોય કે તેઓ રચિતપુસ્તક વાંચ્યું ન હોય. મહિલા પોલીસમથક લાયબ્રેરીમાં ઝવેરચંદે 1922ની સાલમાં લખેલું પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈ 1947સુધીમાં લખાયેલા કાળચક્ર તેઓની 25 વર્ષની કલમ યાત્રામાં લખેલા કાવ્ય, નવલકથાઓ, નવલિકાઓ, લોક સાહિત્યના વાંચન ખજાના વાળા 75 પુસ્તકો જેમાં કાળચક્ર, યુગવંદના, સિંધુ ડો. રવિન્દ્ર-વીણા, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી, સોરઠી બહારવટીયા, સોરઠી સંતો, સોરઠી સંતવાણી, રઢીયાળી રાત, સૌરાષ્ટ્રની રસધાર સહિતના પુસ્તકોનો વાંચન ખજાનો એક જ સ્થળે મળી રહ્યો છે. લાયબ્રેરીમાં એક જ કવિના પુસ્તકોનું વાંચન મળે તેવી પણ પ્રથમ ઘટના છે.
રાજકોટ સમાચાર  - ShareChat
6.6k views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post