જય રણછોડ .નાત વિહોતર ને નવાબંધારણના નિયમો ને અમે આવકારીએ છીએ ને આનો જો સમાજ અમલ કરે તો આપણા સમાજ નો કોઈ પણ ભાઈ નાનો કે સામાનય: નહિ દેખાય દરેક ભાઈઓ એ આ સારા નિયમો નુ પાલન કરવુજોઈએ તો આપણી સમાજ ના ઓછી આવક વાળા આપણા ભાઈઓ ને ઘર ચલાવવા કે છોકરા ભણાવવા કે પ્રસંગ કાઢવા ની કોઈપણ જાતની મુઝવણ કે તકલીફ નહી પડે ને દેવામા નહિ ડુબે. તો આ નિયમો પોતાના ગામથી કે જયા રહેતા હોય તે એરીયામાથી અમલ કરો જરુર ભગવાની દુવા મળશે.લાખો કુટુબના અંતરના આશીરવાદ મળશે #📰 22 જૂનનાં સમાચાર #📰 23 જૂનનાં સમાચાર #🎤 ગમન સાંથલ #🎙️ ગીતા રબારી #🎙️ વિજય સુંવાળા @Dinesh Desai @Jitu Vaghani @vijay suvada @ShareChat Hindi
📰 22 જૂનનાં સમાચાર - જય વડવાળા જય નાત વિહોતર જય વાળીનાથ જાગો . . . જાગો . . . જાગો . . . રબારી સમાજના ખોટાં વ્યવહાર અને ખોટા ખર્ચા બંધ કરાવવા . એ રબારી સમાજના સમજું નેહડાના આગેવાનો ની જવાબદારી છે . विना सहार नहिं उद्धार આ બંધો પાળવાની શરૂઆત પોતાના ગામથી જ કરવી , એમાં કોઈ પરગણું કે સેમાડો ભેગો કરવો નહીં , પરંતુ પોતાના ગામથી જ શરૂ કરો . સમાજને બેઠો કરવો એ આપણી એક જવાબદારી છે . એ જવાબદારી નિભાવવા માટે સમગ્ર નેહડો સાથ - સહકાર આપી સહભાગી બનીયે . સમગ્ર રબારી સમાજ ને જય વડવાળા , જય વાળીનાથ , જય ગોગા મહારજ નાત વિહોતર ને જણાવવાનું કે આપણો સમાજ ન્યાય નિતી , ધર્મ , વેવાર ને માનવતા , સેવાભાવી સમાજ છે . ને નાત વિહોતર ની સાથે આપણા ઈષ્ટ દેવ વડવાળા દેવ , વાળીનાથ ભગવાન કાશીનો નાથ ગોગા મહારાજ આજ દિન સુધી સાથે છે . ને તેના કારણે આપણા સમાજની ક્યાય લાજ જવા દીધી નથી . આપણા વડવાઓ ગમે તેઓ પ્રસંગ કરે ત્યારે કોઈ મુહૂત કે ચોખડીયા જોતા નતા ફક્ત કુળદેવતા ના દિવા પાસે માગણી કરી પ્રસંગ આદરતા ને ભગવાન તે પુરો કરતો ને સમાજની લાજ રાખતો . ભાઈઓ એ વખતે આપણા સમાજના આગેવાનો ગરીબ ઘરની દિકરી , દિકરાનું ટાણું પહેલા કઢાવતા . આ એમની કઠોર તપસ્યા હતી ને એક સરખા રીત રીવાજને વેવાર હતા જેથી કોઈ પણને ટાણું કાઢવામાં તકલીફ નતી પડતી આજ સમાજ પૈસાના ફુગાવામાં વેવાર , તેવાર , ને રીત રીવાજ ભુલી જઈને સામાન્ય માણસને ના પોસાય તેવા વેવાર કરવા મડ્યા જેથી સમાજ દિવસે દિવસે ઝાંખો પડતો ગયો . આવા સમયે આપણા સમાજ ના ધર્મ ધુરંધર સંત , ગુરુઓ , ભુવાજીઓ અને સમાજ ના સમજુ અગ્રણીઓ એ ને દાનવિરોએ આ સમાજને એક તાંતણે બાંધવા એક સરખા રીવાજ , વેવાર , કરવા માટે એક બીડુ ઝડપી સમાજ ને ભેગીકરી ને દરેક માણસ ને પોસાય તેવું બંધારણ બનાવ્યું કે પોતે સમાજ સાચા રસ્તે ચાલે તે માટે લાખો રૂપિયા ના ખર્ચ કરી સમાજને ભેગો કરી સમુહભોજન વિશાળ જગ્યામાં મંડપ રોપી ખર્ચની પરવા કર્યા વિના પોતાના ખર્ચે સમાજ જીવિત રહે તે હેતુથી આવડુ મોટું કામ ક્યું ને અનેક સંતો , ગુરૂઓ , ભુવાજીઓની હાજરીમાં દેવતાઓની સાક્ષીએ ઠરાવ ( બંધારણ ) નક્કી કરવામાં આવ્યુ પણ સમાજ પૈસાના બળે અને પોતાની વાહ વાહી કરવા માટે આ બંધારણ ને ધોળીને પી ગયો , ને પોતાની મન માની ચલાવી ને સમાજનું અપમાન ક્યું તેના ભોગે આજે સમાજ આર્થીક માનસીક ને શારીરિક દુઃખ અનુભવી રહ્યો છે . સમાજમાં ન બનવાના બનાવ બને છે . આકસ્મીત મૃત્યુ જે આપણે સહન ન કરી શકીયે તેવા બનાવ બને છે . ને આપને પોકે પોકે રડીએ છીએ આ બધાનું કારણ સમાજને આજે સમજાઈ રહ્યું છે , કે આપણી ભૂલના કારણે બને છે . ને આપણા સંતો , ગુરૂઓ ની એક જ સલાહ છે કે ધમી કરો , ધર્મનું આચરણ કરો , નાના મોટા ના ભેદ ભાવ ભુલો , ગાય , કુતરા , ચકલાં જેવા અબુલ પશુ - પક્ષીઓને ચણ આપો ને સમાજ એક નિતી નિયમથી વેવાર તેવાર કરે તો કોઈ ગરીબ ના દિકરી દિકરાનો પ્રસંગ આનંદથી નિકળી જાય ને ગમે ત્યારે ભાઈઓ ભેગા થઈ પોતાના ગામમાં સમુહ લગ્ન જેવા પ્રસંગ સાથે કરી શકે . જો સમાજ ને બચાવવો હોય તો અગાઉ કરેલા નિતી નિયમો અપનાવો અને દરેક નો વેવાર , તેવાર ને બંધારણ એક સરખુ રાખો તો ક્યાંય તમને દેવ , દુવાઈ કે શ્રાપ નહિ નડે નહિ નડે . આપણી સમાજમાં ધર્મની ઘણી જગ્યા છે જ્યા આજે પણ ભગવાન સાક્ષાત પ્રગટ પરચા આપે છે . તેવી જગ્યામાં તમારાથી અપાય તેટલું દાન આપો , જ્યાં ટુકડો ત્યાં હરિ ટુકડો , રબારી સમાજમાં ઘણા દેવસ્થાન છે . જ્યા આજે ભંડાર ચાલે છે . ને રાત્રે એક વાગે જાય તેને આવકાર , રોટલો , ઓટલો મળે છે . તો દાન આપો દાન આપવામાં સમાજને કોઈપણ જાતની રોત ટોક નથી આપણો સમાજ રોટલે ને ઓટલે ટકી રહ્યો છે . ને દેવી દેવતા ને વડવાળાના આર્શીવાદથી જ આગળ છે . માટે ક્યાંય આપવામાં પાછી પાની ના પાળતા , ધર્મની જગ્યા હોય ચા , પાણી , રોટલો , ઓટલો ને આવકાર હોય ત્યાં જરૂર ભગવાન હાજર હોય તો ત્યાં દાન આપો . ભાઈઓ અગાઉ ઘણા દાનવીરો એ અને સંતોએ ભુવાજીઓએ સમાજ બંધારણ માટે મોટી મોટી સભાઓ બોલાવી ને સારૂ આયોજન કરેલ પણ આપણે તેનું કોઈ પાલન ન કરતા હવે આવુ સમુહકાર્ય ભેગા મળી થઈ શકે તેમ નથી , તો આપ આપણા ગામથી જ ગામના ભાઈઓ ભેગા મળી ને ગામનું જ બંધારણ નક્કી કરવાનું હવે સમાજ ભેગો થઈ આટલા મોટા ખર્ચ કરે તે શક્ય નથી તો આ પત્રીકા ભગાવન ની સાક્ષીએ દરેક ગામના ભાઈઓ પોતાની મળે જ બંધારણ કરે તેવી વિનંતી . આ પત્રિકા સમાજમાં દરેક નેહડા સુધી , ઘરે ઘરે પહોચાડોં અને સમાજમાં બની શકે એટલો સમાજના કુરિવાજો સુધારવામાં સહકાર આપશો એવી વિનંતી . આ પત્રિકા જેને મળે તેમણે સ્વેચ્છાએ બીજી પત્રિકાઓ પ્રિન્ટ કે ઝેરોક્ષ કરી સ્વેચ્છાએ વહેંચણી કરવી . આ બંધો પાળવા કોઈ દેવોની સોગન આપવામાં આવતી નથી . પણ સમાજ માટે આટલું કરો એવી વિનંતી કરીએ છીએ . - ShareChat
200 એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post