કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ અગામી 27 સપ્ટેમ્બરે 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂતોના આંદોલનના 300 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. દરમિયાન દેશના બેંક યુનિયને આ બંધને ટેકો આપવાની વાત કરી છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનએ સરકારને સંયુક્ત કિસાન મોરચા માંગણીઓ પર સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવા વિનંતી કરી છે. #🔒 27 સપ્ટેમ્બરે ભારત બંધ
