19 હજાર એકરમાં ફેલાયેલા દુનિયાના સૌથી મોટા ઈસ્તંબુલ એરપોર્ટનું ઉદ્ઘાટન       તૂર્કીના ઈસ્તંબુલમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા એરપોર્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. તેના લોકાર્પણ માટે દેશના 95મા ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન રાજધાની અંકારાને બદલે ઈસ્તંબુલમાં થયું. 18 દેશોના 50થી વધુ નેતાઓની હાજરીમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને સોમવારે તેનું લોકાર્પણ કર્યુ. જોકે તેના પર 31 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે.ફ્લાઈટ્સના મામલે અમેરિકાનું એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ-જેક્સન એરપોર્ટ દુનિયામાં સૌથી વ્યસ્તબ્લેક સીની નજીક બનેલા આ એરપોર્ટ પર પ્રથમ તબક્કામાં બે રન-વેથી 9 કરોડ યાત્રીઓને મેનેજ કરાશે. 2023માં તેની ક્ષમતા 20 કરોડ યાત્રી વાર્ષિક થઈ જશે. તે 19 હજાર એકરમાં ફેલાયેલું છે. તેનાથી 250 એરલાઇન્સ 350થી વધુ જગ્યાઓ માટે ઉડાન ભરશે. પ્રથમ તબક્કામાં 54 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો છે.જોકે કુલ ખર્ચ 88 હજાર કરોડ રૂપિયા થશે. હાલ યાત્રીઓ, ફ્લાઈટ્સના મામલે અમેરિકાનું એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ-જેક્સન એરપોર્ટ દુનિયામાં સૌથી વ્યસ્ત છે.ઉદ્દેશ્ય : ઈસ્તંબુલને પર્યટક હબ બનાવવુંઈસ્તંબુલને સૌથી મોટું એરપોર્ટ બનાવવાનો ઉદ્દેશ્ય પર્યટન હબ બનાવી આર્થિક વિકાસને ગતિ આપવાનો છે. તૂર્કીને આશા છે કે એરપોર્ટના સંચાલનથી તેની અર્થવ્યવસ્થામાં લગભગ 5 ટકાનો વધારો થશે. હાલ તૂર્કીમાં 17 કરોડ યાત્રી પહોંચે છે.એટલાન્ટા એરપોર્ટ vs ઈસ્તંબુલ એરપોર્ટ (2023 સુધી)- યાત્રીઓ, ફ્લાઇટ્સ સંચાલનમાં એટલાન્ટા એરપોર્ટ દુનિયામાં સૌથી વ્યસ્ત છે. - અહીં વાર્ષિક 10 કરોડથી વધારે યાત્રી પહોંચે છે. તે ઉપરાંત 9.5 લાખ ઉડાનો સંચાલિત થાય છે. - એટલાન્ટા એરપોર્ટથી દરરોજ સરેરાશ 1000 ફ્લાઈટનું સંચાલન થાય છે. ત્યાં 5 રન-વે છે.- 2023 સુધી દુનિયાનું સૌથી મોટા ક્ષેત્રફળવાળું એરપોર્ટ બની જશે. 2000 ફ્લાઈટનું સંચાલન થશે. - તેની યાત્રી ક્ષમતા 20 કરોડ થશે. આ એરપોર્ટ પર છ રન-વે હશે. દુનિયામાં સૌથી વધુ.- 70 હજાર કારોની પાર્કિંગ વ્યવસ્થા, શોપિંગ કોમ્પ્લેક્સ 53 હજાર ચો.મીમાં બનશે.હાઈટેક ફીચર્સ અને અત્યંત સુંદર ઈન્ટિરિયર- એરપોર્ટના ઈન્ટિરિયરમાં ઈસ્લામિક કલાકારી કરાઈ છે. અહીં ટ્યૂલિપ આકારના એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને 2016માં ઈન્ટરનેશનલ આર્કિટેક્ચર એવૉર્ડ મળી ચૂક્યો છે. - યાત્રીઓને મોબાઈલ એપ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સુવિધાઓ અપાશે.- તેનાથી યાત્રીઓના ચેક-ઈન દરમિયાન લગેજનું જલદી સ્કેનિંગ થઈ શકશે. ઓનલાઈન ચેક-ઈનનો પણ વિકલ્પ મળશે.- મેજિક મિરર એપ યાત્રીઓને શોપિંગ દરમિયાન કપડાં, ઘડિયાળ વગેરે પહેર્યા બાદ લુક બતાવશે.- 40 હજાર એલઈડી લોકોને ફ્લાઇટ સુધી પહોંચવા અને એરપોર્ટથી બહાર આવવા સંકેત આપશે.- એરપોર્ટ પર દુનિયાનું સૌથી મોટું ટેક્સ-ફ્રી શોપિંગ કોમ્પ્લેક્સ હશે. આ કોમ્પ્લેક્સ 53,000 ચો.મીમાં છ સેક્શનમાં બનશે.- 31 ઓક્ટોબરથી પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન તૂર્કીથી ઉત્તર સાઈપ્રસ માટે શરૂ થશે.- પ્રોજેક્ટમાં 35,000 કર્મચારી સામેલ હતા. 3,000 એન્જિનિયર પણ હતા. 37ના નિર્માણકાર્ય દરમિયાન મોત નીપજ્યાં.
આંતર રાષ્ટ્રિય સમાચાર 🌏 - ShareChat
38.3k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post