#📃 23 એપ્રિલનાં સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #📅 તાજા સમાચાર
📃 23 એપ્રિલનાં સમાચાર - લોકસભા | ગાંધીનગરમાં PM મોદીએ હીરાબાના આશીર્વાદ લીધા , અડધો કિમી ખુલ્લી જીપની સવારી બાદ વોટ આપ્યો . હીરાબાએ આશીર્વાદ આપ્યા પુત્ર નરેન્દ્રને માતા હીરાબાએ આશીર્વાદ આપીને શ્રીફળ અને ચાદર ભેટમાં આપી હતી . ત્યારબાદ માતાના આશીર્વાદ લઈને સોસાયટીના લોકોનું અભિવાદન ઝિલ્યું હતું . સોસાયટીના કેટલાક લોકોએ મોદીના પગે પડીને આશીર્વાદ લીધા હતા . માતાના આશીર્વાદ બાદ વોટઃ રાયસણથી કાફલો અમદાવાદના રાણીપમાં પહોંચ્યો હતો . જ્યાં તેઓ કારમાંથી ઉતરીને ખુલ્લી જીપમાં બેઠા હતા . સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ધીમી ગતિએ જીપ મતદાન મથક પહોંચી હતી . જીપમાંથી ઉતરીને મોદીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું . ગાંધીનગર , અમદાવાદ : લોકસભાના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે . તેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર હાલ મતદાન યોજાઈ રહ્યું છે . ત્યારે વડાપ્રધાન મોદી મત આપવા માટે ગુજરાતમાં છે ત્યારે રાજભવનમાં રાત્રિરોકાણ બાદ આજે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાના ભાઈ પંકજના ઘરે કાફલા સાથે પહોંચી માતાના આશીર્વાદ લઈને અમદાવાદના રાણીપ પહોંચ્યા હતા . ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડાપ્રધાને નિશાના સ્કૂલમાં મતદાન કર્યું હતું . મોદી મતદાન પહેલા ખુલ્લીમાં બેસી પસાર થયા નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ સુધી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને મતદાન કરવા પહોચ્યા હતા . અંદાજે અડધો કિમી સુધી તેમણે લોકોની સામે પસાર થયા હતા . જીપમાંથી ઉતરીને તેમણે લોકને નમન કર્યા હતા . તે સમયે ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમના સ્વાગત માટે હાજર હતા . દરમિયાન નરેન્દ્ર મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીને રમાડી હતી . તેમજ જીતનું વી . કરીને નિશાન બતાવ્યું હતું . IIIIIIIIII ANI - ShareChat
7k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post