* ક્રંચી એપલ કસ્ટર્ડ * સામગ્રી: ૩ કપ સ્લાઇસ કરેલા સફરજન,૩ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર,૩ ટેબલસ્પૂન સાકર,૨ કપ દૂધ,૨ ટેબલસ્પૂન બ્રાઉન સુગર રીત: એક ઊંડા બાઉલમાં કસ્ટર્ડ પાવડર, ૨ ટેબલસ્પૂન જેટલી સાકર અને ૧ ટેબલસ્પૂન દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. ૨. હવે બાકી રહેલું દૂધ એક નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા મિશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો. ૩. બીજા એક નૉન-સ્ટીક પૅનમાં ૧/૨ કપ પાણી સાથે સફરજનની સ્લાઇસ અને બાકી રહેલી ૧ ટેબલસ્પૂન સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા સફરજન નરમ થાય ત્યાં સુધી રાંધી લો. ૪. હવે એક બેકીંગ ડીશમાં તૈયાર કરેલા સફરજનની સ્લાઇસ મૂકી તેની ઉપર તૈયાર કરેલું કસ્ટર્ડનું મિશ્રણ સમાન માત્રામાં પાથરી લો. ૫. છેલ્લે તેની ઉપર બ્રાઉન સુગર છાંટી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો. ૬. સ્લાઇસ પર છાંટેલી બ્રાઉન સુગર કરકરી હોય ત્યાં સુધી ગરમ ગરમ પીરસો. કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર કરતી વખતે તેને સતત હલાવતા રહેવું, નહીંતર તે વાસણની બાજુ પર ચીટકી જશે અથવા તો તેના ગઠોડા થઇ જશે. ૨. આ વાનગીમાં તમે સફરજનના બદલે સ્ટૂયૂડ(stewed) પીચનો પણ ઉપયોગ કરી શકો છો.
🥘 રેસિપી - Crunchy Apple Custard - ShareChat
3.3k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post