IND vs SA: ભારત સામે વનડે અને ટી-20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
IND vs SA: 21 નવેમ્બરના રોજ, દક્ષિણ આફ્રિકાએ ભારત સામે યોજાનારી 3 મેચની વનડે અને 5 મેચની ટી-20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઘણા સ્ટાર ખેલાડીઓને તક મળી છે, જ્યારે કેટલાક સ્ટાર ખેલાડીઓ બહાર પણ થયા છે. ટેસ્ટ સિરીઝ પછી ભારત અને દક્ષિણ આફ્રિકા વનડે અને ટી-20 સિરીઝમાં આમને-સામને થશે.