#😲દિલ્હી બ્લાસ્ટનો LIVE વિડિઓ🔴 #📢11 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #👮દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતમાં હાઈ એલર્ટ #💥દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ 10ના મોત #અમે સુરતી દિલ્હી બ્લાસ્ટમાં મોટી અપડેટ 🚨
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ અંગે સરકાર તરફથી સત્તાવાર નિવેદન જાહેર થયું છે. સરકારે આ ઘટનાને આતંકવાદી હુમલો તરીકે સ્વીકારી લીધો છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે આ આતંકી હુમલાની કઠોર નિંદા કરતાં એક પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કર્યો છે.
સાથે જ, પ્રધાનમંત્રીએ તપાસ એજન્સીઓને ઝડપથી તપાસ પૂર્ણ કરવા, દોષીઓને અને તેમના મદદગારોને તાત્કાલિક શોધી કાયદાના કઠોર હાથોમાં લાવવાનો આદેશ આપ્યો છે.
સૂત્રો અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને દિલ્હી પોલીસે સંયુક્ત રીતે તપાસનો ગાળો વધુ કસ્યો છે.
કેબિનેટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે — “જે લોકોએ આ કૃત્ય કર્યું છે અથવા મદદરૂપ બન્યા છે, તેમને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે.”
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #delhi #lalkilla #redfort #metrostation #blast #newdelhi #pmmodi #narendramodi #cabinetmeeting #ccs #amitshah

