હું તમારી નોકર નથી, કે તમે કહો હું તરત સહી કરી દઉં, દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે જીભાજોડી!
Navsari News: નવસારી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગત રાતે DAMA હેઠળ રજા લેવા માટે ગયેલા દર્દીના સગાની જુનિયર ડોક્ટર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં દર્દીના સગાએ મોબાઈલમાં વીડિયો શરૂ કરી, ડોક્ટરને DAMA ફોર્મ ઉપર સહી કરવા દબાણ કરતા જૂ. ડોક્ટરે હું તમારી નોકર નથી...સંભળાવી દીધું હતું.