ShareChat
click to see wallet page
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           વળી એક સમયને વિષે ચોમાસાના દિવસમાં બહારથી પોતાના સખાઓની સાથે રમત કરતા ઘરે આવ્યા. ત્યારે સુવાસિનીબાઇએ કહ્યું જે, હે ઘનશ્યામ ! હું રસોઈ તૈયાર કરીને ઘણીવારથી તમારી રાહ જોઈને બેઠી છું. આવો જમવા બેસો. ત્યારે બોલ્યા જે, ભાભી ! મારા પગ ગારાવાળા થયેલા છે તે તમો ધૂઓ તો જમવા આવીએ. તેવું સાંભળીને જળનો લોટો ભરી આપીને ઓસરીની જેર ઉપર બેસીને પગ ધોવા લાગ્યાં. એટલે બે ચરણારવિંદમાં ચિહ્ન જોઈને બોલ્યાં જે, હે ઘનશ્યામ ! તમો તો લક્ષાવધિ માણસોના નિયંતા થશો અને સમગ્ર પૃથ્વીની લક્ષ્મી તમોને મળશે. એમ કહીને, બે હાથ જોવા લાગ્યાં. ત્યારે તે હાથમાં પદ્મનાં ચિહ્ન જોઈને વળી બોલ્યાં જે, હે મહારાજ ! તમને જ્યારે મોટો રાજ્યઅધિકાર મળશે ત્યારે અમોને સંભાળશો પણ નહિ, એવું સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે ભાભી ! અમોને જયારે તમો કહો છો તે પ્રમાણે રાજ્ય મળશે અગર મોટાઇ મળશે ત્યારે તમો સર્વેને જરૂર પાસે બોલાવી લઇશ. અને તમારું ઘણું સન્માન કરીને સદાકાળ મારી સમીપે રાખીશ. હે ભાભી ! આ અમારૂં વચન છે. એમ કહીને સુવાસિનીબાઇના હાથમાં કોલ આપ્યો.                       🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ
🙏 સ્વામિનારાયણ મંદિર - थाव हिपोत्शव भाधिथे. थाव हिपोत्शव भाधिथे. - ShareChat

More like this