તોફાનીઓની ખૈર નહીં! ગાંધીનગરના બહિયલમાં તોફાનીઓની 186 મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં આજે વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોને બુલડોઝર વડે જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.