🍃🍃🌼🍃🍃
                   વળી એક સમયને વિષે ઘનશ્યામ મહારાજ વહેલા ઉઠી, મીનસાગર ઉપર શૌચવિધિ કરી આવ્યા, ત્યારે પોતાની ભોજાઇએ હાથ ધોવરાવ્યા. પછી દાતણ કરવા આંબલી આગળ બેસતા હતા. તે દાતણ કરી રહ્યા એટલે તેમને ગરમ પાણીથી સુવાસિનીબાઇ સ્નાન કરાવતાં વિચાર કરવા લાગ્યાં જે, લોકમાં એમ કહે છે જે, ભગવાનનાં ત્રણ કાળમાં જુદાં જુદાં દર્શન થાય છે તે વાત સાચી હશે કે કેમ ? એમ વિચાર કરી સ્નાન કરાવતાં હતાં ત્યારે ઘનશ્યામ મહારાજ તો પોતે ભગવાન છે, તેથી પોતાની ભાભીનો સંકલ્પ અન્તર્યામીપણે જાણીને બોલ્યા જે, હે ભાભી ! તમો મનમાં શું ઘાટ કરો છો ? તમારે ત્રણ અવસ્થાનાં દર્શન કર્યાં સુધી કરવાં છે ? ત્યારે સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે મહારાજ ! મારે તો મનમાં કાંઇ ઘાટ નથી. પરંતુ લોકમાં કહે છે જે, ભગવાનનાં દર્શન ત્રણે વખત જુદા જુદા સ્વરૂપે થાય છે. તેવી વાત મેં સાંભળી હતી. પરન્તુ આ વખતે મારા હૈયે ચઢી આવી. તેવું સાંભળીને બોલ્યા જે, જાઓ તમારી ઇચ્છા પૂર્ણ થશે. અને પાંચ દિવસ સુધી સતત દિવસમાં ત્રણ વખત અમારાં જુદાં જુદાં દર્શન તમોને થશે. એમ કહીને ધોતી પહેરીને ચાખડીઓ ઉપર ચઢીને ઓસરીમાં પોતાનો નિત્યવિધિ કરવા બેસતા હતા. સુવાસિનીબાઇ આ વરદાન પામીને પાંચ દિવસ સુધી લાગટ પોતાના મનમાં સંકલ્પ પ્રમાણે અવસ્થાઓનાં જુદાં જુદાં દર્શન પોતાને થતાં હતાં. તે ચરિત્રની વાર્તા સુવાસિનીબાઇ ભક્તિમાતાને તથા ધર્મદેવ તથા પોતાના બહેન ઈન્દિરાબાઈ સુંદરીબાઈ આદિક સર્વે પુરવાસીજનને કહેતા હતા.
                           🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ

