ShareChat
click to see wallet page
#💐 શનિવાર સ્પેશિયલ #🙏 ભક્તિ & ધર્મ તારીખ 06/12/2025 (શનિવાર) માગશર આર્દ્રા નક્ષત્ર શિવ દર્શન - મહાપૂજા વિશેષ પાવન દિવસનું મહત્વ. 🔱 શિવ મહાપુરાણ વિધેશ્વર સંહિતા અધ્યાય ૯ અને શ્લોકો ૧૫, ૧૬ અને ૧૭માં સ્વયં ભગવાન મહાદેવ માગશર માસમાં આર્દ્રા નક્ષત્રનો મહિમા કહે છે :- હે પુત્રો ! જે સમયે હું સ્થંભ રૂપે પ્રગટ થયો છું, તે કાળ માગશર માસમાં આર્દ્રા નક્ષત્ર છે. (૧૫) 🔱 જે પુરુષ માગશર માસમાં આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે પાર્વતી સહિત મારી મૂર્તિનું કે લિંગનું દર્શન કરે છે, તે મને કાર્તિક કુમારથી પણ અધિક પ્રિય થાય છે. (૧૬) 🔱 આ શુભ દિવસે મારાં કેવળ મંદિરમાં દર્શનથી જ ઘણું ફળ થાય છે, પણ જો તે દિવસે પૂજન કરે, તો વાણીથી ન વર્ણવી શકાય એટલું ફળ મળે છે. (૧૭) @ આ દિવસે શિવ દર્શન - પૂજન કરવાથી ૧૦૦ મહા શિવરાત્રીનું ફળ પ્રાપ્ત થાય છે. @ આ દિવસે પાર્થિવ શિવલિંગ પૂજન અવશ્ય કરવું. @ આ દિવસે ઉપવાસ - જળાભિષેક - કમલ પુષ્પ અને બિલીપત્ર દ્વારા પૂજન કરવું. @ આ દિવસે શિવ મંદિરે અને ઘરમાં દીપ માળાઓ ખાસ કરવી. @ આ દિવસે શિવ દર્શન - પૂજન કરવાના ફળનો મહિમા વાણીથી વર્ણવી શકાતું નથી. @ આ દિવસે શિવ દર્શન પૂજન કરવાથી સુખ - શાન્તિ - સમૃધ્ધિ તેમજ મનોકામનાઓ પૂર્ણ અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આથી, દરેક શિવ ભક્તોએ પરીવાર સહ તારીખ ૦૬-૧૨-૨૫ માગશર આર્દ્રા નક્ષત્રમાં અચૂક શિવ દર્શન - મહાપૂજા કરી માનવ જીવનમાં અમૂલ્ય લહાવો લઇ શિવ કૃપા પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરવો અને કરાવવો. जय श्री महाकाल ॐ નમઃ શિવાય ॐ નમઃ શિવાય ॐ નમઃ શિવાય નોંધ: દરેક ગ્રૂપમાં મેસેજ ફોરવર્ડ કરી શિવ ભક્તિના દર્શન પૂજનના મહિમાનો પ્રચાર પ્રસાર કરી પુણ્યના ભાગીદાર બનો. 🙏🙏🙏🙏🙏🙏 ।। ૐ નમઃ શિવાય ।।
💐 શનિવાર સ્પેશિયલ - ShareChat
00:08

More like this