🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
           વળી એક સમયે ઘનશ્યામ મહારાજની જમણી આંખ થોડીક રાતી થએલી જોઈને સુવાસિનીબાઇ બોલ્યાં જે, હે ઘનશ્યામભાઈ ! તમારી આંખ કેમ લાલ થઇ છે ? દુઃખવા આવી છે કે શું ? ત્યારે બોલ્યા જે, હા થોડો આંખમાં ખટકો આવે છે. તેવું સાંભળીને સુવાસિનીબાઈ બોલ્યાં જે, મારી પાસે અંજન છે. આવો તમોને આંજું. એમ કહીને ઓસરીમાં ઢોલિયો ઢાળીને તેમાં સુવાડીને તે આંખમાં અંજન આંજવા લાગ્યાં, ત્યારે બોલ્યા જે, હે ભાભી ! આ અંજન તો મારી આંખમાં બહુ ઠંડુ લાગે છે. માટે આ બીજી આંખમાં પણ આંજો. એમ કહીને બીજી આંખ ઉઘાડી એટલે તે આંખમાં અનેક બ્રહ્માંડ દેખાતાં હતાં. તેમાં નદીઓ, પર્વત, સમુદ્ર, આકાશ, તારામંડળ ને નવ ગ્રહ આદિક સર્વે સ્થાન જોતાં હતાં અને સ્થિર થઇ ગયાં. ત્યારે બોલ્યા જે, કેમ આંજતાં નથી ? ને બેસી રહ્યાં છો ? ત્યારે કહ્યું જે, હે ઘનશ્યામભાઈ ! તમારી આંખમાં તો ચૌદલોક સહિત હજારો બ્રહ્માંડ હું દેખું છું. ત્યારે બોલ્યા જે, હવે આંજો. ત્યારે પોતાની આજ્ઞાથી આંજવા લાગ્યાં, ત્યારે તે દેખાતું સર્વે બંધ થઇ ગયું. આવી રીતનું મહા અલૌકિક ઐશ્વર્ય જોઇને સુવાસિનીબાઈ તો સ્તુતિ કરવા લાગ્યાં જે, હે મહારાજ ! હે જગતપતિ! હે અધમ ઉદ્ધારક ! તમે મને આંખે અંજન આંજવાનું કહ્યું તે મારી ઉપર તમોએ બહુ અનુગ્રહ કર્યો એમ હું માનું છું. હે પ્રાણાધાર ! તમો તો સર્વ અવતારના અવતારી છો. અને સર્વેના પ્રેરક છો. અને સર્વ પ્રાણી માત્રના કર્મના ફળને આપનારા છો. એવા થકા ઘનશ્યામરૂપે આ પુરને વિષે ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા છો. એવી રીતે પોતાનાં ભોજાઇ ઘણીક પ્રકારની સ્તુતિ કરતાં હતાં.
                         🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

