#📢1 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત સુરતમાં વધતા ટ્રાફિક ઉલ્લંઘનો સામે કાર્યવાહી તીવ્ર બનાવાઈ છે અને RTO ઇન્સ્પેક્ટર કુણાલ પંચાલે સ્પષ્ટ કર્યું છે કે હવે વારંવાર નિયમ ભંગ કરનારા વાહનચાલકોને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે ખોટી બાજુએ વાહન ચલાવવું, દારૂ પીને ડ્રાઇવિંગ, મોબાઇલનો ઉપયોગ જેવા જીવલેણ ગુનાઓને ધ્યાનમાં રાખીને RTO અને પોલીસ વિભાગ સંયુક્ત ઝુંબેશ ચલાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કુલ 1465 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે—જેમાં 2025 દરમિયાન 235 ડ્રાઇવિંગ લાઇસન્સ (175 લાઇસન્સ 3 મહિના માટે અને 60 લાઇસન્સ 6 મહિના માટે) અને 2024માં 1230 લાઇસન્સ (1138 લાઇસન્સ 3 મહિના માટે અને 92 લાઇસન્સ 6 મહિના માટે) સસ્પેન્ડ કરાયા હતા. કુણાલ પંચાલે ચેતવણી આપી કે જો કોઈ ડ્રાઇવર 3 થી 4 વખત ગંભીર ઉલ્લંઘન કરતા પકડાશે તો તેનું લાઇસન્સ કાયમી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, વિભાગનો ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નથી, પરંતુ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે, તેથી નાગરિકોએ નિયમોનું પાલન કરી પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવું જરૂરી છે. લાઇસન્સ સસ્પેન્શનની સંખ્યામાં આવનારા સમયમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #rto #driving #license #traffic #rule #warning #suspension

