#😥ઈન્ડિગો એરલાઇન મોટા સંકટમાં ફસાયું✈️ #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #અમે સુરતી દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo) હાલમાં ગંભીર ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં તેની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ વિલંબિત થઈ રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા, ગોવા જેવા મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા છે, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. હાલ ઇન્ડિગોએ જાહેર કર્યું છે કે આજરોજ દિલ્હી એરપોર્ટથી નીકળવાવાળી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ રદ્દ કરાઈ છે.
#indigo #airlines
01:06
