2 લાખમાં PTC સીટોનો વેપલો! એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે, ટ્રસ્ટીઓનો ચોંકાવનારો દાવો
Gandhinagar News: રાજ્યની PTC કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ગંભીર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેમણે ખાસ કરીને અમદાવાદની દસક્રોઈ વિસ્તારમાં આવેલી એક કોલેજને નિશાન બનાવીને આ સીટ વેપલાનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.