દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા બે વ્યક્તિની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બંને જાસૂસોમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.