'ઘરમાં મોટો ધડાકો થયો ને ધૂમાડા નીકળવા લાગ્યા': વડોદરામાં મકાનમાં ગેસ લીકેજ બાદ આગ, 24 વર્ષીય પુત્રનું દાઝી જવાથી મોત; માતા-પિતા અને પુત્રીને ઈજા - Vadodara News
વડોદરા શહેરમાં છઠ પૂજાનો ખુશીનો પર્વ સમા વિસ્તરના મનહર પાર્કમાં રહેતા ગુપ્તા પરિવાર માટે દુઃખમાં પરિવર્તિત થયો હતો. ગુપ્તા પરિવારના મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતાં, જેમાં આ પરિવારના 24 વર્ષીય પુત્ર દુઃખદ અવસાન થયું છે. જ્યારે પ્રત્યક્ષદર્શી પ્રફુલભાઇ ઠક્કરે કહ્યું કે, ઘરમાં મોટો ધડાકો થયો હતો અને ઘરમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા અને પરિવારજનો બૂમાબૂમ કરવા લાગ્ય... | વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક કરૂણ ઘટના બની છે. એક મકાનમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ઘરમાં હાજર પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયાં હતા. ઇજાગ્રસ્તોમાં રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તાનો સમાવેશ થાય