માતાનો સનસનીખેજ ખુલાસો: મારો દીકરો યુક્રેન ગયો જ નહોતો, જેલમાંથી યુક્રેન કઈ રીતે પહોંચ્યો ખબર નથી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સેના તરફથી યુદ્ધ લડી રહેલા મોરબીના યુવાન સાહીલ માજોઠીએ યુક્રેનની સેના સામે સરેન્ડર કર્યું હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. હાલમાં યુક્રેની સેનાના સકંજામાં રહેલા સાહીલને પરત લાવવા માટે તેના માતા અને મામાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી.