#અમે સુરતી #📢16 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સુરતના લસકાણા વિસ્તારમાં 11 સપ્ટેમ્બરના રોજ બનેલી ચોંકાવનારી ઘટનામાં વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી માણસનું માથું મળતા ભારે ખળભળાટ મચ્યો હતો, જ્યારે આશરે 500 મીટર દૂર આવેલા એક મકાનમાંથી શરીરનું ધડ પણ મળ્યું હતું. પોલીસે તપાસ કરતાં મૃતકની ઓળખ દિનેશ મહંતો તરીકે કરી હતી, જે મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના વતની હતા અને છેલ્લા ચાર મહિનાથી લસકાણા વિસ્તારમાં રહેતા હતા. દિનેશ સાથે તેનો મિત્ર ઈશાદ ઉર્ફે મુન્ના મન્સૂરી પણ એક જ કારખાનામાં નોકરી કરતો હતો અને છેલ્લા 15 દિવસથી બંને એક જ મકાનમાં સાથે રહેતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે દિનેશ અને ઈશાદ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ દિનેશે ઈશાદની માતા અને બહેન અંગે અપશબ્દો વાપર્યા હતા. આ અપમાનથી ઉશ્કેરાઈને ઈશાદે ગુસ્સાના તાવમાં આવી પહેલા પથ્થર વડે દિનેશ પર હુમલો કર્યો અને પછી રૂમમાં પડેલા ચપ્પુ વડે દિનેશની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ શવના ભાગો અલગ કરીને ઈશાદે માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું અને ધડ એ જ મકાનમાં મૂકી ભાગી ગયો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પિપોદરા ખાતે નવું નામ ઈર્શાદ મન્સૂરીથી નોકરી શરૂ કરી દીધી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીથી તે ઝડપાઈ ગયો હતો અને પૂછપરછમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો. આ કેસમાં જે મકાનમાં બંને રહેતા હતા તે મકાનના માલિકે કોઈ ઓળખ કે દસ્તાવેજ લીધા વગર ભાડે આપ્યા હોવાથી તેના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #Suratpolice #palsana #crime
