*શ્રીમતિ લક્ષ્મીબાઈ કેલકર* ~ *વંદનીય મૌસીજી*
રાષ્ટ્ર સેવિકા સમિતિ સંસ્થાપિકા તેમજ આદ્ય પ્રમુખ સંચાલિકા.
🚩દેશની મહિલાશક્તિને રાષ્ટ્રકાર્ય માટે પ્રેરિત કરવા માટે, વર્ષ ૧૯૩૬માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્ર સેવિકા સમિતિ(RSS)ની સ્થાપના કરી.
🚩અષાઢ સુદ દશમી, વર્ષ ૧૯૦૫ના દિવસે નાગપુરમાં દાતે પરિવારમાં જન્મ.
🚩બાળપણનું નામ *કમલ* , લગ્ન બાદ *લક્ષ્મી* નામ.
🚩બાળપણમાં માતા દ્વારા લોકમાન્ય તિલકજી દ્વારા નિકળતા સમાચાર પત્ર *કેસરી* ના વાંચનમાંથી દેશભક્તિના વિચારો આત્મસાત કરતા હતાં.
તેઓ કાકી સાથે ગૌરક્ષા હેતુ કીર્તનમાં જતાં.
🚩તેમના પતિ પુરુષોત્તમ રાવ વર્ધામાં વકીલ હતા. અલ્પાયુમાં તેમના પતિનું દેહાવસાન થાય છે. આઠ સંતાનોને લક્ષ્મીબાઈ ખૂબ સારી રીતે ઉછેર કરે છે.
🚩તેઓ સ્વતંત્રતા સંબંધિત કાર્યક્રમો, પ્રભાતફેરી વગેરે રાષ્ટ્રીય અને સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેતાં. તે સ્થાનિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેતાં. ગાંધીજી દ્વારા વર્ણિત *રામાયણ અને માતા સીતા તેમના આદર્શ હતા.*
🚩પુત્રોના માધ્યમથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે જાણકારી મેળવી *ડૉ.હેડગેવારજી* ને મળી મહિલા સંગઠનની વાત જણાવે છે. ડૉ.હેડગેવાર આ કાર્ય માટે તેમને પ્રોત્સાહિત કરે છે અને નિર્માણ થાય છે *રાષ્ટ્ર સેવિકા સમિતિ*
🚩સેવિકાઓ પ્રત્યેના આત્મીય પ્રેમ, સ્નેહ અને વ્યવહારને કારણે સેવિકાઓ તેમને *વંદનીય મૌસીજી* તરીકે સંબોધિત કરે છે.
🚩સંગઠન નિર્માણ હેતુ આવશ્યક ગુણ અને કૌશલ્યોને અર્જીત કરવા તેમને પોતાને સિદ્ધ બનાવ્યા અને તે સફળ થયાં. *સ્વયં સિદ્ધા*
🚩સંગઠન માટે જરૂરી શારીરિક, બૌદ્ધિક શિક્ષા હેતુ સમાજના ગણમાન્ય લોકોનો સહયોગ મળવી, તે શિક્ષણને દૈનિક તેમજ પ્રશિક્ષણ વર્ગ જેવી કાર્ય પદ્ધતિમાં સ્થાપિત કર્યું.
🚩સેવિકાઓ સમક્ષ દેવી અષ્ટભુજાની પ્રતિમાને આરાધ્યના રુપમાં રાખ્યા.
🚩રામાયણ પર અધ્યયન કરી ૧૩ દિવસના *રામાયણ પ્રવચન* કરી *રામ અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ* સમાજ સામે પ્રસ્તુત કર્યો. આવા ૧૦૮ રામાયણ પ્રવચન તેમને કરેલ. આ પ્રવચનોમાંથી પ્રાપ્ત ધનરાશિથી સમિતિના કાર્યાલયનું નિર્માણ કરેલ. રામાયણ પ્રવચન *પથદર્શિની શ્રીરામ કથા* ના રૂપમાં પુસ્તક રૂપે આજે ઉપલબ્ધ છે.
🚩વર્ષ પ્રતિપદા(ગુડીપડવા)ના દિવસે ઘરે ઘરે આપણી સંસ્કૃતિના પ્રતિક એવો *ભગવો ધ્વજ* લહેરાય તે તેમનો વિચાર હતો.
🚩લાખો મહિલાઓનું સશક્ત સબળ સુદ્રઢ સંગઠન નિર્માણ કરી તેમને *બે મહિલાઓ ક્યારેય એક સાથે આવી કાર્ય કરે તે સંભવ નથી* તેવી લોકાપવાદને *જૂઠો સાબિત કર્યો.*
🚩વર્ષ ૧૯૪૭માં ભારત વિભાજન વખતે સિંધમાં સેવિકા સમિતિની સેવિકાઓને મળવા જાય છે અને ૧૨૦૦ સેવિકાઓને સંબોધિત કરતાં કહે છે,
*'ધૈર્યશીલ બનો, પોતાના ચારિત્ર્યનું રક્ષણ કરો, સંગઠન પર વિશ્વાસ રાખો અને આપણી માતૃભૂમિની સેવાનું વ્રત ચાલુ રાખો આ આપણી કસોટીની ક્ષણ છે.'*
🚩વિભાજન વખતે સિંધમાંથી આવેલ હજારો પરિવારોનો તેમણે મુંબઈમાં પ્રબંધ કર્યો હતો.
🌞૨૭ નવેમ્બર ૧૯૭૮માં તેમનો પાર્થિવ દેહ પંચતત્ત્વમાં વિલિન થઈ ગયો.
શત શત વંદન.🙏🙏🙏🙏
#રાષ્ટ્રીય_વિમર્શ .. *માતૃશક્તિને વંદન*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

