ShareChat
click to see wallet page
 🎠ક્ષત્રિયો શસ્ત્રપૂજન શા માટે ‌કરે છે?🎠 🙏 પ્રાચીન પરંપરા પ્રમાણે ક્ષત્રિયો વિજયાદશમી (દશેરા)ના દિવસે શસ્ત્રપૂજન કરે છે. પોતાની પ્રાચીન પરંપરા પ્રમાણે ક્ષત્રિયો પોતાના વફાદાર અશ્વને તેમજ તલવાર અને ભાલાને પ્રાણથી પણ અધિક ગણે છે. ઉપરાંત અન્ય અસ્રશસ્રને સાચવી જાણતા અને વાપરી જાણતા હતા. ક્ષત્રિયોએ પ્રજાના, ધમૅના અને દેશના રક્ષણાર્થે હાથમાં ખુલ્લા હથિયારો લઈને યવનો અને વિધર્મીઓના આક્રમણ સામે કેસરીયા કરીને, લીલુડા માથા કપાવીને, ઝનૂન પૂવૅક તેમના ધડ પણ લડ્યા છે.તેમની સ્ત્રીઓએ જૌહર કરીને (આગમાં કૂદીને બળી મરવું) દેશ અને ધમૅને બચાવવા આપેલા બલિદાનો તથા ભોગ અને સ્વાપૅણનું મૂલ્ય એટલું વિશેષ છે કે તેમની આ શૌર્યગાથાનું ગાન આજ પયૅંતના ઈતિહાસો અને જનસમાજે કરેલ છે. પ્રાચીન કાળમાં દેવીમાતાએ શુરવીર રાજાઓને ચમત્કારિક રીતે ભેટમાં શસ્ત્રો આપ્યા હોવાની અનેક લોકકથાઓ પ્રચલિત છે. ૧૭મી સદીમાં છત્રપતિ શિવાજીને માતા ભવાનીએ તલવાર આપી હોવાની લોકકથા જાણીતી છે. તેથી છત્રપતિની તલવાર "ભવાની તલવાર" કહેવાય છે, આ ઉપરાંત ૧૪મી સદીમાં પાંડવ વંશના કુમાર કંપાકુમાર નામના એક રાજકુમારને પણ મદુરાઈના માતાજીએ વિધર્મીઓના આક્રમણખોરોનો નાશ કરવા માટે તલવાર આપી હોવાની લોકમાન્યતા છે. તેમજ ભાવનગરના રાજવીને વિધર્મીઓના આક્રમણ સામે જીત મેળવવા માતાજીએ દેવચકલી સ્વરૂપે ભાલે બેસી 1800 પાદર ઘરે કરાવ્યા હોવાની લોકકથા પ્રચલિત છે. માટે ક્ષત્રિયો ભાલા, તલવાર, બરછી અને સાંગ જેવા શસ્ત્રો માતાજીના આશીર્વાદ મેળવવા દશેરાના દિવસે તેમના ચરણોમાં આ શસ્ત્ર મૂકીને આ શસ્ત્રો વડે યુદ્ધમાં જીતવાના આશીર્વાદ માગતા હતા. શસ્ત્રો દેવીમાતાની ભેટ ગણવામાં આવતી હોય, આ સાંસ્કૃતિક પરંપરાના ભાગરૂપે આજે પણ ક્ષત્રિયો આ પ્રથાને જીવંત રાખવાના પ્રતિકરૂપે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે છે. #📚 ભારતનો ઈતિહાસ #😇 સુવિચાર #👫 મારા મિત્ર માટે #🙏કૃષ્ણ વચન✍️ #👣 જય માતાજી
📚 ભારતનો ઈતિહાસ - तलवार মূত    ஈளசோ TII ೬೮' or पीपळी UF Rolput Broth शस्त्रा पूजन तलवार মূত    ஈளசோ TII ೬೮' or पीपळी UF Rolput Broth शस्त्रा पूजन - ShareChat

More like this