#🙏આજના દર્શન #🙏🌹 જલારામ જયંતિ #જય જલારામ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના *🙏🌸જલારામ વસે વીરપુરમાં 🌸🙏જલારામ બાપાનું ભજન:- (રાગ :- તું રંગાઈ જાને રંગમાં..👇*.
*જલારામ વસે વીરપુરમાં ,જલારામ વસે વીરપુરમાં🌸,*
*માઁ વીરબાઈ કેરાં સંગમાં... ....જનસેવા કરે ઉમંગમાં ,*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
*પિતા પ્રધાન અને રાજબાઈ માતા🙏 ,*
*ધર્મપરાયણ એવા........કરે સંત ચરણની સેવા ,*
*સંતજનોના આશીર્વાદે...........પ્રગટ્યા લોહાણા કુળમાં🌸.*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
*કારતક સુદ સાતમના દિવસે ,*
*જન્મ લીધો જલારામે........સોરઠના વીરપુર ગામે ,*
*રઘુવંશીને રામ ભક્ત થઈ.........ભક્તિ ભરી અંગે અંગમાં🌸 ,*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
*સેવા સ્મરણનો ભેખ ધરીને ,*
*ધર્મ ધજા લહેરાવી.......ભૂખ્યાની ભૂખ મિટાવી ,*
*જનસેવામાં જાત ઘસીને.......ઝૂક્યાં જીવનના જંગમાં .*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
*સાધુ કેરો વેશ ધરીને ,*
*પ્રભુ પધાર્યા દ્વારે.......વળી લીધી પરીક્ષા ભારે ,*
*વીરબાઈમાઁના દાન જ દઈને.......કરી ચરણમાં વંદના🙏.*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
*દીન દુખીયાના બેલી થઈને ,*
*જીવન ધન્ય જ કીધું........વીરપુર ને વૈકુંઠ કીધું ,*
*શત શત કોટી વંદન કરે........ભક્તો આપ ચરણમાં🙏.*
*જલારામ વસે વીરપુરમાં (૨)🌸*
🌹
💐 🌹 *-:સાખી:-👇*💐
*હે.......સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં ને વીરપુર રૂડાં ધામ રે ,*
*ઝૂંપડી ત્યાં જલીયાણ ને થાય સેવાના કામ રે ભાઈ........ 🌸*

