ShareChat
click to see wallet page
#📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટો જળસ્ત્રોત ગણાતો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. આ ડેમ ઓવરફલો થવાની આ સૌપ્રથમ ઘટના છે, જેને કારણે લાંબા ગાળાના પીવાના પાણીના સંકટનો અંત આવ્યો છે. ડેમમાં પાણીની ભરપૂર આવકને પગલે જળસપાટી તેની નિર્ધારિત સપાટી વટાવી ગઈ હતી. જેના પરિણામે, ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી.હાલમાં ભાદર-1 ડેમનો એક દરવાજો અડધો ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને તેની સામે એટલો જ 282 ક્યુસેક પાણીનો જથ્થો ડેમમાંથી નદીના પટમાં છોડાઈ રહ્યો છે. #🗞️ ગુજરાત અપડેટ્સ

More like this