ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નવી ટીમની ટૂંક સમયમાં જાહેરાત: સંગઠનમાં નવા સમીકરણો જોડાયા!
Gandhinagar News: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આ નવી ટીમની રચનાને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવી પ્રબળ શક્યતા છે કે પ્રદેશ પ્રમુખના ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસ બાદ આ મહત્વપૂર્ણ યાદી જાહેર થઈ શકે છે.