થરામાં જગદીશ ઠાકોરનું આક્રોશપૂર્ણ નિવેદન, ધારાસભ્યો! પોલીસના દંડા ખાવા તૈયાર રહેજો
Banaskatha News: બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક મુદ્દાઓ તેમજ ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી.