આ તારીખે વાવાઝોડું લેશે યુ-ટર્ન, 100 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન! શક્તિ મામલે મોટા સમાચાર
Shakti Cyclone: હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી નવીનતમ માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી નોંધપાત્ર રીતે દૂર ફંટાઈ ગયું છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકાથી લગભગ 640 કિલોમીટર પશ્ચિમ દિશામાં કેન્દ્રિત છે, જેના કારણે દ્વારકા જિલ્લા પરથી સંકટ ટળ્યું છે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.