ShareChat
click to see wallet page
#📢12 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી પલસાણામાં આવેલા મેઘા પ્લાઝામાં સાયન ક્લિનિકમાં સુરત ગ્રામ્ય SOG પોલીસે રેડ કરી મૂળ પશ્ચિમ બંગાળના વતની રાજુ મુકુંદા બિશ્વાસ (ઉ.વ.31) ને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજિસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા બોગસ ડોક્ટરે ફક્ત ધોરણ 10 સુધી જ અભ્યાસ કરેલો છે અને અગાઉ તે મધ્યપ્રદેશમાં એક ક્લિનિકમાં કંપાઉન્ડર તરીકે બે વર્ષ સુધી નોકરી કરી હતી, તેના અનુભવના આધારે તે આ ક્લિનિક એક મહિનાથી ચલાવતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 8459 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો કરી આરોપી સામે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #palsana #doctor #munnabhaimbbs
📢12 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat

More like this