IND A vs BAN A: સુપર ઓવરમાં તૂટ્યું ભારતીય ટીમનું દિલ...બાંગ્લાદેશ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપની ફાઇનલમાં...!!!
India A vs Bangladesh A, Asia Cup Rising Stars 2025: એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની પ્રથમ સેમિફાઇનલમાં શુક્રવારે (21 નવેમ્બર) ભારત-એનો મુકાબલો બાંગ્લાદેશ-એ સામે થયો. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા થયો, જેમાં બાંગ્લાદેશે જીત મેળવી.