મારા પ્રેમની કસમ છેલ્લે સુધી અડગ રહીશ: બોયફ્રેન્ડની લાશ સાથે લગ્ન કરનારી પ્રેમિકાએ ભાઈ અને પિતાને ફાંસી અપાવવાની કસમ ખાધી #અજબ-ગજબ

મારા પ્રેમની કસમ છેલ્લે સુધી અડગ રહીશ: બોયફ્રેન્ડની લાશ સાથે લગ્ન કરનારી પ્રેમિકાએ ભાઈ અને પિતાને ફાંસી અપાવવાની કસમ ખાધી
નાંદેડમાં પ્રેમ પ્રસંગ સાથે જોડાયેલા ઓનર કિલિંગના કેસે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. યુવક સક્ષમની હત્યા ન ફક્ત એક લવ સ્ટોરીનો અંત છે, પણ એક એવી ભયાનક શરૂઆત, જેણે આંચલની જિંદગી હંમેશા માટે બદલી નાખી. આંચલ હવે ખુલીને પોતાના પિતા અને ભાઈઓ વિરુદ્ધ સામે આવી ગઈ છે અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહી છે. આંચલનો આરોપ છે કે તપાસ અધિકારીએ તેના ભાઈને ઉશ્કેર્યો હતો. તેણે ભાઈને કહ્યું હતું કે બોયફ્રેન્ડને મારી કેમ નથી નાખતો? તેને ઉશ્કેર્યા બાદ ભાઈ હથિયાર લઈને નીકળ્યો અને સક્ષમ પર ગોળી ધરબી દીધી. આંચલ હવે પરિવાર અને પોલીસ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહી છે. તેનું કહેવું છે કે જેના માટે હું જીવી રહી હતી, તે હવે નથી રહ્યો. આવો વિગતવાર આખી આ દર્દનાક કહાણી વાંચીએ, જેની શરૂઆત કેવી રીતે થઈ અને અંત કેવો થયો.
