🌺 *વીરપુરના જલારામ બાપા – વિરબાઈ માંની અદભૂત ભક્તિ*🌺
અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે વીરપુર માં જલારામબાપા ની ઝૂંપડીયે આવ્યો સાધુ નો વેષ લઇ , ત્યારે તેણે દક્ષિણામાં પત્નીની માગણી કરી. આ ક્ષણ કોઈ સામાન્ય નહોતી – આખા સંસારના માલિક સમક્ષ વિરબાઈ માં ઊભી હતી.
જલારામ બાપાએ વિરબાઈ માંને પૂછ્યું — હવે શું કરવું?”
ત્યારે વિરબાઈ માંએ અવિસ્મરણીય ઉત્તર આપ્યો —
👉 “મારા બાપાએ મારો હાથ તમારા હાથમાં આપ્યો છે. હવે તમે મારાં દેહ માલિક છો, વેચી નાખો તો પણ ભલે, કટકા કરી નાખો તો પણ ભલે. તમે કહો સાધુ ભેગી વહિ જા – તો હું વહિ જાઉં. હવે મારો સર્વસ્વ તમે છો.”
આવા નિર્ભય સમર્પણનો ઉદાહરણ દુનિયામાં દુર્લભ છે. એ ક્ષણોમાં પરમાત્મા પણ વિસ્મયમાં પડી ગયા — પત્ની માગનારને જ વિરબાઈ માંએ પોતાને અર્પણ કરી દીધા.
🌸 ત્યારે સતાધારની ગાદી પર શ્રી આપા ગીગા બેઠા હતા મંદિરમાં ઝાલર વાગવા માંડ્યા, ટોકરા વાગવા માંડ્યા. કોઈએ બાપાને પૂછ્યું —
“બાપા, આ શું થાય છે?”
બાપા હસીને બોલ્યા —
“કાંઈ નહિ, એ તો વીરપુરમાં જલારામ બાપાએ વીજળીના ચમકારામાં મોતી પરોવી લીધુ છે.”
🔱 આ ઘટના એ દર્શાવે છે કે સાચા સંતોના ઘરેથી સાચી સતી મળે છે. વિરબાઈ માંની ભક્તિ અને સમર્પણ એ આજ સુધી ભક્તોને જાગ્રત કરે છે.
બાપાની વાણી અને વિરબાઈ માંનું આ અર્પણ, આપણને શીખવે છે કે ભક્તિ એ ત્યારે સાચી બને જ્યારે ‘હું’ અને ‘મારું’ બધું પરમાત્માને સમર્પિત થાય.
🌺 આવી મહાન ઘટનાઓને ભક્તોએ ભજનમાં પણ ગાયેલી છે.
“ગાંડા ની વણઝાર” નામના ભજનમાં ચારે યુગના સંતો અને ભક્તોના ઉલ્લેખ થાય છે.
અને એ જ ભજનની એક કળીમાં સ્પષ્ટ લખાયું છે:
🎶 “જલારામ બાપાની તો વાત શું કરવી,એણે વળાવી ઘરની નાર...” 🎶
💐 આ કળી દર્શાવે છે કે જલારામ બાપા માત્ર પોતે સંત ન હતા, પરંતુ પોતાનું આખું કુટુંબ પણ ભક્તિમાં અર્પણ કરી દીધું. વિરબાઈ માં જેવા સતી-સંસ્કારી રત્ન જલારામ બાપાના ઘરમાંથી નીકળ્યા, એનો ઉલ્લેખ જ આ ભજનમાં છે.
🙏 આવો, આ કથા માત્ર સાંભળીએ નહિ, હૃદયમાં ઉતારીએ.
વિડિયો જુઓ અને વિચારો — શું આપણે પણ જલારામ બાપા અને વિરબાઈ માં જેવી સમર્પણની ભાવના રાખી શકીએ છીએ?
*જય હો જલારામબાપા*📿🙏
*જય હો વીરબાઈ માં*📿🙏
*સત્ય સનાતનધર્મ ની જય*📿🙏 #🙏 જય શ્રી કૃષ્ણ #📚 ભારતનો ઈતિહાસ #👫 મારા મિત્ર માટે #🙏કૃષ્ણ વચન✍️ #😇 સુવિચાર

00:59